હળવદ : હળવદ શહેરના સામંતસર તળાવમાં ગેરકાયદે દબાણ કરી ઝુંપડા બાંધનાર તમામ લોકોને આગામી ચોમાસામાં ભારે વરસાદના કારણે જાન માલનું નુકશાન ન થાય તે માટે સચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. સ્ટાફ દ્વારા રૂબરૂ સ્થળ ઉપર જઈને આ લોકોને તળાવની જગ્યા છોડી સલામત સ્થળે ખસી જવા ચેતવવામાં આવ્યા હતા.