હળવદ : હળવદના છોટાકાસી સેવા ગ્રુપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીને દાતાઓના સહયોગથી કરિયાવરની ભેટ આપી છે. આ કરિયાવરમાં જીવન જરૂરી 80થી વધુ ચીજવસ્તુઓ આપવામાં આવી છે.છોટાકાશી સેવા ગ્રુપ- હળવદ દ્વારા વિકલાંગ માતા અને પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીને લગ્ન સમયે મદદરૂપ થવાના હેતુ સાથે દાતાઓના સહયોગથી તમામ કરિયાવર આપવામાં આવ્યો છે. જેમાં તમામ કબાટ, બેડ સહિતની ફર્નિચરની વસ્તુઓ, જીવન જરૂરી તમામ વસ્તુઓ, વાસણો, ઈલેક્ટ્રીક સામાન, કપડાં સહિતની વસ્તુઓ લાવી આપવામાં આવી છે.