મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે બપોર તેમજ સાંજનો ભોજન પ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવી રહ્યો છે. મોરબીના હરીશભાઈ હાલાણી દ્વારા તેમના ભાઈ સ્વ.ભરતભાઈ મણીલાલ હાલાણીનુ તાજેતરમા અવસાન થતા બપોરના પ્રસાદમા સહયોગ આપી સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી છે. જેમા શુધ્ધ ઘીના મોહનથાળ સહીતની વાનગીઓ પીરસવામા આવી હતી. આ સાથે મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ પણ સ્વ.ભરતભાઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરવામા આવે છે. જેમાની વિશેષ સેવા છે બંને ટાઈમ સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ વિતરણ. મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ ક્યારેય પણ પહોંચ બુક લઈને બહાર ફાળો કરવા નિકળતા નથી. સર્વજ્ઞાતિય જલારામ ભક્તો તરફથી મળતા સ્વૈચ્છીક સહયોગથી વિવિધ સેવાકાર્યો વર્ષોથી પ્રદાન કરવામા આવે છે. ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનોએ ગીરીશભાઈ ઘેલાણી ૯૮૨૫૦ ૮૨૪૬૮ તથા હરીશભાઈ રાજા ૯૮૭૯૨ ૧૮૪૧૫ પર સંપર્ક કરવો. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું છે.