કામ-ધંધા મૂકીને લોકો ટોકન લેવા માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂરhttps://youtu.be/o7BwHqwANXMમોરબી : મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ પરંતુ જન્મ-મરણના દાખલા કઢાવવા માટે લોકોની મુશ્કેલીઓ ઓછી થઈ નથી તેવું દેખાઈ રહ્યું છે. કેમ કે મોરબી મહાનગરપાલિકાના સિટી સિવિક સેન્ટરમાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે લોકોને વહેલી સવારે 4-30 વાગ્યાથી ટોકન લેવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે.મોરબી અપડેટની ટીમ આજે વહેલી સવારે સિટી સિવિક સેન્ટર ખાતે પહોંચી હતી. જ્યાં વહેલી સવારથી જ અરજદારો જન્મ-મરણના દાખલા કઢાવવા માટેના ટોકન લેવા માટે લાઈનમાં લાગી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકોને વહેલી સવારે પોતાનો કામ-ધંધો અને ઘરકામ મૂકીને લાઈનમાં લાગી જવું પડે છે. છેલ્લા 15 દિવસથી આ પ્રકારની લાઈનો સિટી સિવિક સેન્ટરમાં લાગે છે.ભડિયાદથી દાખલો કઢાવવા આવેલા અરજદારે મોરબી અપડેટને કહ્યું કે, તેઓ વહેલી સવારે 4-40 વાગ્યે સિટી સિવિક સેન્ટરે પહોંચી ગયા હતા. ત્રણ ત્રણ ધક્કા ખાધા છતાં તેમનું કામ થયું નથી. દરરોજ 100થી વધુ લોકો દાખલા કઢાવવા માટે પહોંચી જાય છે. તેથી ટોકન મેળવવા માટે આજે હું વહેલો આવી ગયો છું. ગઈકાલે ટોકન મળ્યું તો સર્વર ધીમું ચાલતું હોવાથી વારો ન આવ્યો. આમ 5-6 કલાક લાઈનમાં બેસી રહ્યા બાદ વારો આવે છે.જીવાપર ચકમપરથી દાખલો કઢાવવા આવેલા આદેશભાઈ મારુએ જણાવ્યું કે, ગઈકાલે પણ તેઓ દાખલો કઢાવવા આવ્યો હતા. 75 નંબરનું ટોકન હતું પરંતુ સર્વરના ધાંધિયાના કારણે બીજા દિવસે આવવા જણાવ્યું હતું. જેથી આજે 5 વાગ્યાથી લાઈનમાં ટોકન લેવા બેસી ગયા છીએ.રેશમાબેન પટેલે જણાવ્યું કે, અમે સાડા પાંચ વાગ્યાથી ટોકનની લાઈનમાં બેઠા છીએ. તેમણે જણાવ્યું કે, ટોકન સિસ્ટમ કાઢી નાખવી જોઈએ. જ્યાં સુધી દાખલા નીકળે ત્યાં સુધી કાઢવા જોઈએ. અન્ય એક મહિલાએ જણાવ્યું કે, લોકો કામ-ધંધા મૂકીને ટોકન લેવા માટે લાઈનમાં લાગી જાય છે.બિપીનભાઈ સાધુએ જણાવ્યું હતું કે, કામ-ધંધા મૂકીને ટોકન લેવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. આ મારો 15મો ધક્કો હશે પરંતુ હજું સુધી મારા દીકરાનો જન્મનો દાખલો નથી નીકળ્યો.