હકાભા ગઢવીએ તેમના ત્રણ ખાતામાં પડેલ તમામ રકમ સરકારને આપવાની કરી જાહેરાત મોરબી : કોરોના સામેની લડાઈમાં સરકારને આર્થિક રૂપે મદદરૂપ બનવા વડાપ્રધાન નરેન્દ્રમોદીના ટ્વીટ બાદ હવે લોકો સામે આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના હાસ્ય કલાકારે પોતાના 3 બેંક એકાઉન્ટમાં રહેલી તમામ ધનરાશી કેન્દ્ર સરકારને અર્પણ કરવાનો નિર્ણય કરતો વિડીઓ જાહેર કર્યો છે. હળવદના હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ આજે સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાઇરલ કરી જાહેર કર્યું છે કે તેઓના ત્રણ બેંક એકાઉન્ટમાં જેટલી ધનરાશી છે એ તમામ તેઓ વડાપ્રધાન રાહત ફંડમાં કોરોના સામેની લડાઈમાં આપી રહ્યા છે. હાલ એ બેંક ખાતામાંથી ઘરખર્ચ પૂરતી 50 હજારની રાશી ઉપાડ્યા બાદ હવે જેટલા પણ રૂપિયા બચ્યા છે એ તમામ રૂપિયા તેઓ કેન્દ્ર સરકારને અનુદાન રૂપે આપશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/