સાવડી, સરાયા, નેસડા, જબલપુર અને સજનપર સહિતના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ ટંકારા : ટંકારામાં આજે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં હવામાનમાં અચાનક પલટો આવવાની સાથે મસમોટા કરાનો વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ટંકારા પંથકમાં આજે સાંજના સમયે અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને સાવડી, સરાયા, નેસડા, જબલપુર અને સજનપર સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના ઉનાળુ તલીના વાવેતર ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. ટંકારા પંથકમાં ગાજવીજ સાથે ખબકેલા કમોસમી વરસાદથી લોકોમાં રીતસર ભાગદોડ મચી ગઇ હતી અને કરા પણ મોટા મોટા પડતા હોય લોકોના માથા રંગાઈ ગયા હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.