મોરબી નગર પાલિકાને 4 દિવસમાં હાઉસ ટેક્સની રૂપિયા 41.50 લાખની આવકરૂપિયા એક લાખથી 65 લાખ રૂપિયા બાકી હોય તેવા 700 આસામીઓ સામે જ઼પ્તની કાર્યવાહીનું કાઉન્ટડાઉનમોરબી : મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોરબી મહાનગર પાલિકા બને તે પૂર્વે જ 31.80 લાખ જેટલો બાકી મિલ્કત વેરો વસૂલવા માટે કડક હાથે જપતની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરતા જ મોરબીના બાકી મિલ્કત ધારકો દ્વારા ફટાફટ વેરો ભરપાઈ કરવામાં આવી રહ્યો છે અને ચાર જ દિવસમાં નગરપાલિકાની તિજોરીમા રૂપિયા 41.50 લાખની આવક જમા થતા ચમત્કાર વગર નમસ્કાર નહીં કહેવત સાર્થક થતી જણાઈ રહી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકામાં વહીવટદાર રાજમાં લોકોના રોજબરોજના કામો ઠપ્પ થવાની સાથે મિલ્કત વેરો, પાણી વેરો, વ્યવસાય વેરો જેવી વેરા વસુલાતની કામગીરી ખોરંભે ચડી છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં સમ ખાવા પૂરતી જ વેરા વસુલાત થતા ચોકી ઉઠેલા ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમાર દ્વારા રૂપિયા 50 હજારથી વધુ મિલ્કત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ જપ્તીની કાર્યવાહી કરવા આદેશ આપી ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ કરતા ચમત્કાર વગર નમસ્કાર નહીં ઉક્તિ મુજબ છેલ્લા ચાર જ દિવસમાં નગરપાલિકાની તિજોરીમાં 41.50 લાખ રૂપિયાની આવક થવા પામી છે.બીજી તરફ ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમારે નગરપાલિકાની બાકી નીકળતી 31.80 કરોડની બાકી વેરા વસુલાત માટે 4 ટીમને સતત દોડાવવાનું શરૂ કર્યું છે અને હાલમાં દૈનિક 100 લોકોને નોટિસ આપવા આવી રહી છે અત્યાર સુધીમાં 700 અસામીઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે જેમાં એક લાખથી લઈ 65 લાખ રૂપિયા બાકી હોય તેવા અસામીઓનો સમાવેશ થાય છે.સર્વર ડાઉનના કારણે લોકોને હેરાનગતિચીફ ઓફિસરના જપ્તી ઓર્ડરના આદેશ બાદ મોરબી નગરપાલિકામાં લોકો વેરો ભરવા માટે રીતસર લાઈનો લગાવી રહ્યા છે પરંતુ હાલમાં એક જ કેશિયર મારફતે કામગીરી કરવામાં આવે છે, ત્યારે વારંવાર સર્વર ડાઉન થવાથી લોકોને ખાસો સમય લાઈનમાં ઉભું રેહવું પડે છે. આથી પાલિકા તંત્ર દ્વારા સર્વર ડાઉનની સમસ્યા નિવારી અસરકારક વ્યવસ્થા ગોઠવવા લોકો માંગ કરી રહ્યા છે