સરકારી કન્યા-કુમાર પ્રાથમિક શાળાના બાળકોને નાસ્તો કરાવી જન્મદિવસ ઉજવ્યો ટંકારા : હડમતીયા ગામના સામાજિક કાર્યકર અને ઉધોગપતિએ પોતાના જન્મદિવસ નિમિત્તે ગામની દરેક સમાજની દિકરીઓ માટે મહત્વની જાહેરાત કરી છે કે ગામની કોઈપણ જ્ઞાતિની દિકરી પરણશે તેનો કરિયાવર પોતે કરશે.આ બાબતે પરિવારે લગ્ન પત્રિકા સાથે ગ્રામપંચાયત સરપંચને જાણ કરવાની રહેશે.તેમજ જન્મદિવસ નિમિત્તે ગામની સરકારી કન્યા-કુમાર પ્રાથમિક શાળાના બાળકોને નાસ્તો કરાવી જન્મદિવસ ઉજવ્યો હતો. ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની હાલ મોરબીના ઉધોગપતિ અને સામાજિક કાર્યકર પંકજભાઈ રાણસરીયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે 'દિકરી મારી લાડકવાયી' ના સુત્રને સાર્થક કરવા ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની સર્વ જ્ઞાતિજનોની દિકરી પરણશે તેનો કરિયાવર પોતે કરશે.આ બાબતે પરિવારે લગ્ન પત્રિકા સાથે ગ્રામપંચાયત સરપંચને જાણ કરવાની રહેશે. પંકજભાઈના જન્મદિવસ નિમિત્તે સોનામાં સુગંધ ભળી હોય તેમ ગ્રામજનોનો ઉત્સાહ જોઈ પંકજભાઈ રાણસરીયાએ પોતાના સ્વખર્ચે ગામની તમામ સમાજની દિકરીઓના લગ્ન પ્રસંગે કરિયાવર આપવા નિર્ધાર કર્યો હતો.જ્યારે ગ્રામપંચાયતની ગ્રામસભામાં જનમેદની વચ્ચે આ જાહેરાત થતાં સૌ કોઈ દંગ રહી ગયા હતા.આમ સમાજ સેવાના ભેખધારી સામાજિક કાર્યકર અને માનવતાના મસિહાની વતન પ્રત્યેની માનવતા ગ્રામજનોને ઉડીને આંખે વળગી હતી.