ટંકારા : હડમતિયા ગામમાં આઝાદબાગ ગાયના ગોંદરે નવા પ્લોટ ખાતે તા. ૨૦/૧૦/૨૦૧૭ ને શુક્રવારના રોજ રાત્રે ૧૦ કલાકે ભારતીય સંસ્કૃતીના ભવ્ય વારસાને જાળવવા તેમજ તેમના ઉજાગર કરવાના હેતુથી મહાન અૈતિહાસિક નાટક ' પૃથ્વીરાજ ચૌહાણ' તેમજ સાથે પેટ પકડીને હસાવતું અને ગામડું છોડીને શહેર તરફની દોટને કટાક્ષમાં લેતું હાસ્ય નાટક અેટલે ' નટુના બે નંગ' જોવા 'હડમતિયા સર્વ જ્ઞાતિ યુવક મંડળ' દ્વારા સર્વે કલાપ્રેમી જનતાને ભાવભર્યું અામંત્રણ આપવામાં આવે છે. આ નાટકનો ઉદેશ ભારતીય સંસ્કૃતીની જાળવણી તેમજ ગામડામાં રહેતી પંચરંગી પ્રજામાં અેકતા અને ભાઈચારાની ભાવના જળવાય રહે તેમજ ગામડામાંથી શહેર તરફનું સ્થળાંતર અટકે અે ઉદેશથી ગામના નવયુવાનો દ્વારા આ નાટક ભજવવામાં આવે છે.