હડમતિયાના દલિત સરપંચને વિકાસ કામોમાં અવરોધો ઊભા કરવા આવારા તત્વોનું કૃત્ય હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયામાં દલિત સરપંચને હેરાન કરવાના મુંડમા હોય તેમ લજાઈ થી હડમતિયાના સંપ સુધીની પાંચ કિ.મી.ની પીવા માટેની નર્મદાના પાણીની લાઈન આવેલી છે તે વારંવાર આવારા તત્વો તોડી નાખે છે. આ લાઈન ગ્રામપંચાયત હસ્તકની હોવાથી જાળવણી પણ પંચાયતની હોય છે. આ પાંચ કિ.મી.ની લાઈનમાં કોઈ આવારા ઈસમો વારંવાર લાઈન તોડી નાખે છે અને સંપની બાજુના કુવાની મોટરનો કેબલ પણ કોઈ જાણભેદુ આવારા તત્વોઅે કાપી કુવામા નાખી દિધો છે. બે થી ત્રણ જગ્યા પર લાઈન તોડી અને મોટરનો કેબલ કાપીને સરપંચને ગામનો વિકાસ ન થવા દેવા ખુલી ચેલેન્જ આપતા હોય તેવુ લાગી રહ્યું છે. હાલ અેક તરફ નર્મદા લાઈન બંધ રહેવાથી ગામ અને સરકારી પ્રાથમિકશાળામા અભ્યાસ કરતા બાળકો પાણી માટે ત્રાહિમામ છે ત્યારે ગામની જીવાદોરી સમાન આ લાઈન તોડી નાખતા પાણીની પરિસ્થિતી વધું વિકટ જોવા મળી રહી છે. ઉનાળાની શરુઆતમા જ જો કોઈ આવારા તત્વો પાણીની લાઈન અને કેબલને નિશાન બનાવતા હોય તો હજી ભર ઉનાળે શું થશે..!! ગામના સરપંચને પુંછતા જણાવ્યું હતું કે....'હું નાનો માણસ અને દલિત સરપંચ હોવાથી કોઈ વારંવાર આવા કૃત્ય કરી મારૂ રાજીનામું અપાવવા કરી રહ્યા હોય તેમ મને લાગી રહ્યું છે ગામના વિકાસના કામમાં કોઈ અવરોધકરૂપ બની મને હેરાન કરી રહ્યા છે. સરપંચશ્રી ચાવડા રાજાભાઈ માલાભાઈ અે વધુમાં જણાવતા કહ્યું હતું કે..' આવા આવારા તત્વોની શાન ઠેકાણે લાવવા તેઅો ટંકારા પી.અેસ.આઈ, ટી.ડી.અો.શ્રી તેમજ મામલતદારશ્રીને લેખીત અરજી કરીને આવારા તત્વોની તપાસ કરી જાહેરમા પાઠ ભણાવવા જણાવેલ છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='16949,16950,16951,16952']