ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે ગતરાત્રીના રખડતી ભટકતી એક રેઢિયાળ ગાયમાતાને રાજપુત યુવાનોએ પ્રસૂતિ કરાવી ગૌમાતા તથા વાછરડાનો જીવ બચાવી પોતાનો ક્ષત્રીય ધર્મ બજાવ્યો હતો. હડમતીયા ગામના પાદરમાં એક રેઢિયાળ ગૌવંશ પ્રસુતિ પીડાથી પીડાઇ રહી હોવાના સમાચાર મળતા રાજપુત ક્ષત્રિય સમાજના યુવાનો અને રબારી-ભરવાડ સમાજના યુવાનોમાં જયદેવસિંહ સગર, મયુરસિંહ ડોડીયા, ચિરાગસિંહ ડોડીયા, યોગેશસિંહ સગર, બીપીનભાઈ સગર, ચંદ્રેશભાઇ સુરાણી, કડવાભાઈ ભરવાડ (હડમતિયા દુધ ઉત્પાદક મં.લી., પ્રમુખ), મયુરભાઈ રબારી, મેહુલભાઈ રબારી, અશ્વિનભાઈ ખાખરીયા વગેરે મદદ માટે પહોંચી ગયા હતા અને ગાય તથા વાછરડાને સિંચાઈ વિભાગની જગ્યામાં સલામત ખસેડયા હતા અને સવારે લજાઈ કામધેનું વિસામા ટ્રસ્ટ મંડળને હડમતીયા ગ્રામ પંચાયતનો દાખલો કાઢી સુપ્રત કરી હતી.