ઓવરલોડ ટ્રકોના કારણે રસ્તા તૂટી જવા ઉપરાંત અકસ્માતના જોખમથી ગ્રામજનો રોષે ભરાયા હડમતીયા : લજાઈ - હડમતિયા રોડ પર ૨૪ કલાક ચાલતી ખનીજ કપચીથી અવરલોડ ટ્રકોના ત્રાસના પગલે આજે હડમતીયા નજીક રોષે ભરાયેલા ગ્રામજનોએ ઓવરલોડેડ ટ્રકો અટકાવી પોલીસને જાણ કરી છે. લજાઈ - હડમતિયા રોડ દિવસ રાત પુરપાટ ઝડપે દોડતા કપચી ભરેલા આઈવા ટ્રકોમાં પાસિંગ હોય છે ૧૭ ટનનું પાસિંગ પણ આ ટ્રકો ૪૦/૪૫ ટન ભરીને દોડતા હોવાથી રોડ પર પથ્થરોના વરસાદ વરસાવતા જાય છે. કલેકટરનું જાહેર છે કે ખનીજ પર નેટ બાંધવી પણ આ જાહેરનામાનો છડેચોક ઉલંઘન થઈ રહ્યું છે અને રસ્તા પર ચાલતા અન્ય વાહનો પર જીવનું જોખમ ઊભુ થઈ રહ્યું છે ત્યારે હડમતિયા ગામલોકોઅે આજે આવા ઓવરલોડેડ ટ્રકોને રોકી ટંકારા પોલિસને જાણ કરી હતી.