બેંકમાં પદ ભલે નાનુ રહ્યું પણ તેની પ્રમાણિકતા મોટી હોય તેમ નોટબંધી અને પ્રધાનમંત્રી વિમા યોજનાની કામગીરીથી સૌ કોઈ ખાતેદારોના દિલ જીતી લઈ સૌના માનીતા બની ગયા હતા હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-અોપરેટીવ બેંકની શાખામા પ્યુન તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ અેમ ભાગીયાની અચાનક બદલીથી બેંકના ખાતેદારોઅે તેમજ સ્ટાફે આચકો અનુભવ્યો હતો. ૨૦૦૬ થી ૨૦૧૮ સુધી ૧૨ વર્ષથી અેક જ શાખામા નોકરી કરવાથી જાણીતા બનેલા અને હર હંમેશા હસમુખા સ્વભાવ તેમજ કામ કરવાની છટ્ટાથી સૌ કોઈને પ્રભાવિત કરી સૌના હ્દયમા સ્થાન પામ્યા હતા. નોટબંધી સમયે સૌ કોઈને અન્યાય ન થાય તે માટે સમયસર ટોકનનુ વિતરણ તેમજ પ્રધાનમંત્રી વિમા યોજના જેવી મહત્વની માહિતી તેમજ વિમાથી થતા લાભની જાણકારી આપી બેંક ખાતેદારોને વાકેફ કરી સૌ કોઈ ખાતેદારો તેમજ સ્ટાફના દિલ જીત્યા હતા. હડમતિયા રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-અોપરેટીવ બેંકના મેનેજર અે.પી. સિતાપરા સાહેબ, કલાર્ક મહેન્દ્રભાઈ ડી. કકાસણીયા, અેન.આર. કોટડીયા, પી.અેન. બોડા તેમજ હડમતિયા સેવા સહકારી મં.લી ના મંત્રી પરસોતમભાઈ સંઘાત, સજજ્નપર સેવા સહકારી મં.લી ના મંત્રી રતીલાલ ખાખરીયા, ઘુનડા (સ.) સેવા સહકારી મં.લી.ના મંત્રી સંજય બરાસરા, કોઠારીયા સેવા સહકારી મં.લી.ના મંત્રી બાદીભાઈ તેમજ હડમતિયા અને કોઠારીયા દૂધ ઉત્પાદક મંડળીઅે કિશોરભાઈ ભાગીયાની કામગીરીને બિરદાવી હતી. હાલ કિશોરભાઈ ભાગીયાની ટંકારા મુખ્ય શાખામા બદલી થતા બેંકના તમામ સ્ટાફે ભાવુક હ્દયે વિદાય આપી હતી.