વિદાય કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ થયા ભાવવિભોર : શિક્ષકોએ પોતાના હાથે નાસ્તો બનાવીને બાળકોને ભાવથી પીરસ્યો હડમતિયા : ટંકારા તાલુકાની હડમતિયા કન્યા તાલુકા પ્રાથમિક શાળામાં ધો. ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઅોનું પ્રાથમિક શાળામાં ૨૦૧૮-૧૯ નું વાર્ષિકસત્ર પૂર્ણ થતા તમામ બાળકોને હોશે હોશે ગુરુજનોઅે વિદાય આપી હતી. વિદાય સમારંભમાં વિધાર્થીઅોના મનમાં ગુરુ પ્રત્યે રહેલો ભાવ પ્રગટ થયો હતો અને રીતસર આ વિધાર્થીઅોની આંખમાં આસું જોવા મળ્યા હતા. ગુરુજનો પણ બાળકોની આવી ગુરુ પ્રત્યેની ભાવના જોઈ ભાવવિભોર બની ગયા હતા. વિધાર્થીઅોઅે ધો. ૧ થી ૮ સુધીના અભ્યાસ અંગેના ખાટા-મીઠા સ્મરણો તાજા કર્યા હતા. ધો.૮ ના તમામ બાળકો માટે શાળા પરિવાર તરફથી 'ભેળ' નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ નાસ્તો ખુદ ગુરુજનોઅે ભાવથી સ્કુલમાં જ બનાવીને બાળકોને પીરસ્યો હતો. કન્યા તાલુકા શાળાના આચાર્ય મનહરભાઈ ફુલતરીયાએ વિધાર્થીઅોને આગળ અભ્યાસ અર્થે ટીપ્શ આપી શાળા અને ગામનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધાર્થીઅોઅે શાળાને શાળા સુશોભનની વસ્તુઅો ભેટ સ્વરૂપે આપી હતી આ પ્રસંગે કન્યા તાલુકા શાળાના આચાર્ય મનહરભાઈ ફુલતરીયા સાહેબ, સ્કુલ મેનેજમેન્ટ સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ ખાખરીયા તેમજ વર્તમાન અધ્યક્ષ જીતુભાઈ સુરાણી, સિણોજીયા નિલેશ સર, ભાગીયા પ્રવિણ સર, નમેરા નિતીન સર, સરડવા કોમલ મેડમ તેમજ મધ્યાહન ભોજન સંચાલકો હાજર રહ્યા હતા.