અગાઉ બંને પક્ષે ૧૧૧-૧૧૧ મહેમાનોની છૂટ હતી, જે હવે વધારીને ૧૨૫-૧૨૫ (બંને પક્ષના કુલ ૨૫૦ મહેમાનો) કરવામાં આવી : અલગથી રિસેપ્શન પર મુકાયો પ્રતિબંધમોરબી અપડેટ : લગ્નપ્રસંગોમાં થતા અતિશય ખર્ચ અને દેખાદેખીને અટકાવવા માટે પાટીદાર સમાજ માટે આશીર્વાદરૂપ બનેલી ઉમા સંસ્કારધામ (મોરબી)ની 'ઉમા આદર્શ લગ્ન યોજના'ના નિયમોમાં સમાજહિતને ધ્યાનમાં રાખીને મહત્વના અને સમયોચિત ફેરફારો કરવામાં આવ્યા છે.છેલ્લા ૧૩ મહિનાથી ચાલતી આ યોજના અત્યંત સફળ રહી છે અને સેંકડો પરિવારોએ તેનો લાભ લીધો છે. પરંતુ, સંસ્થાના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક પરિવારો આ યોજના હેઠળ લગ્ન તો કરે છે, પરંતુ સાથે જ ખાનગી પાર્ટી પ્લોટ કે ઘરે અન્ય પ્રસંગોના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. દાતાઓના સહયોગથી ચાલતી આ યોજનાનો મુખ્ય હેતુ સાદગી અને બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો છે. જો યોજનાનો લાભ લઈને પણ બહાર મોટા ખર્ચા કરવામાં આવે, તો યોજનાની સાર્થકતા જોખમાય છે. આથી, દાતાઓનો વિશ્વાસ જળવાઈ રહે અને સાચા જરૂરિયાતમંદોને લાભ મળે તે હેતુથી સંસ્થા દ્વારા નીચે મુજબના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે:જાણો શું છે નવા નિયમો?તમામ વિધિઓ સંસ્થાના હોલમાં જ ફરજિયાત: હવેથી ચાંદલા વિધિથી લઈને મંડપ રોપણ સહિતની તમામ પ્રી-વેડિંગ વિધિઓ સંસ્થાના હોલમાં જ કરવાની રહેશે. આનો વધારાનો આર્થિક બોજ સંસ્થા ભોગવશે, જેથી પરિવારો પર ચુંદડી કે મંડપરોપણનો આર્થિક ભાર ન પડે.મહેમાનોની સંખ્યામાં વધારો: અગાઉ બંને પક્ષે ૧૧૧-૧૧૧ મહેમાનોની છૂટ હતી, જે હવે વધારીને ૧૨૫-૧૨૫ (બંને પક્ષના કુલ ૨૫૦ મહેમાનો) કરવામાં આવી છે.અલગથી રિસેપ્શન પર સંપૂર્ણ પ્રતિબંધ: આ યોજના હેઠળ લગ્ન કરનાર પરિવારો લગ્ન બાદ અલગથી કોઈ રિસેપ્શન (સ્વાગત સમારંભ) યોજી શકશે નહીં.નિયમભંગ કરનારને લાભ નહીં: જે પરિવારોને સમાજની યોજનાની બહાર મોટા ખર્ચા કે ભવ્ય પ્રસંગો યોજવા હોય તેમને સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ તેઓને આ 'આદર્શ લગ્ન યોજના'નો લાભ મળવાપાત્ર રહેશે નહીં.અમલવારી ક્યારથી?ઉમા સંસ્કારધામ મોરબીના પ્રમુખ બેચરભાઈ કે. હાથી, ઉપપ્રમુખ ત્રંબકભાઇ ફેફર અને ચેરમેન એ.કે. પટેલ દ્વારા જણાવાયું છે કે આ નવા ફેરફારો આજથી એટલે કે ૧૬ ફેબ્રુઆરીથી લાગુ કરી દેવામાં આવ્યા છે.ખાસ નોંધ: જે પરિવારોએ અગાઉથી પોતાના લગ્ન નોંધાવી દીધા છે તેમને આ નવા નિયમો લાગુ પડશે નહીં. જૂની નોંધણી વાળા પરિવારોએ અગાઉના ૧૧૧-૧૧૧ મહેમાનોના નિયમનું જ પાલન કરવાનું રહેશે. હવે પછી નોંધાતા તમામ લગ્નો નવા નિયમોને આધીન રહેશે.#MorbiUpdate #MorbiNews #UmaSanskardham #PatidarSamaj #Morbi #AdarshLagna #SocialReform #GujaratNews #SaurashtraNews