જિલ્લાના 38 જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, 9 આઈ.સી.ટી. લેબ તેમજ 22 ઓરડાનું લોકાર્પણ- ખાતમુહુર્ત કરાશે મોરબી : આગામી તા.1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા ‘‘સુશાસનના પાંચ વર્ષ’’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ સુચારુ આયોજન ઘડવામાં આવ્યું છે. મોરબી કલેકટર જે.બી. પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકાર દ્વારા મળેલા માર્ગદર્શન અનુસાર મોરબી જિલ્લામાં ઉજવણી કાર્યક્રમના પ્રથમ દિવસે એટલે કે તા.૦૧/૦૮/૨૦૨૧ ના રોજ ‘‘જ્ઞાન શક્તિ દિવસ’’ની ઉજવણી કરવામા આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. સોલંકી દ્વારા મળેલી વિગતો અનુસાર મોરબી એ.પી.એમ.સી. ખાતે જિલ્લા પ્રભારીમંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષતામાં તથા એમ.એમ. સાયન્સ કોલેજ ખાતે સાસંદ મોહનભાઇ કુંડારીયાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લાના ૩૮ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, ૯ આઈ.સી.ટી. લેબ, તેમજ સરકારી પ્રાથમિક શાળાના ૨૨ ઓરડાનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. હળવદ મોર્ડન સ્કૂલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાના હસ્તે આઈ.સી.ટી. લેબનું લોકાર્પણ કરવામાં આવશે. જયારે માધાપર વાડી કન્યા વિદ્યાલય ખાતે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રાના હસ્તે જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ 'સુશાસનના પાંચ વર્ષ' ના રાજયકક્ષાના કાર્યક્રમનું પણ લાઇવ પ્રસારણ કરવામાં આવશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..