મોરબી : કૃષ્ણયાન દેશી ગૌશાળા હરિદ્વારના ગુરુદેવ મહારાજ મોરબીમાં આવ્યા છે. તેમના સાનિધ્યમાં આજે રાત્રે 8.30 વાગ્યે સત્સંગ અને જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગીરથીધામ અને કૃષ્ણયાન દેશી ગૌશાળા હરિદ્વારના ગુરુદેવ મહારાજ સંતો સાથે મોરબી પધાર્યા છે. ગુરુદેવ મહારાજના સત્સંગ અને જ્ઞાનસત્રનું આયોજન આજે મોરબી ખાતે તારીખ 10 ફેબ્રુઆરી, ગુરુવારે સાંજે 8.30 કલાકે, ગુર્જર સુથાર વિદ્યાર્થી ભવન, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, મોરબી ખાતે રાખેલ છે. વધુ વિગત માટે મો.નં. 98252 15551 પર સંપર્ક કરી શકાશે. કાર્યક્રમમાં સર્વે ભક્તો અને ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે.