ટંકારા તાલુકાના લજાઈએ ગામની સીમમાં બનેલો બનાવ ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં નવા બની રહેલા કારખાનામાં રહી મજૂરી કામ કરતા પરિવારના કિશોર વયના બાળકને પિતાએ ગુટખા અને માવા નહિ ખાવા ઠપકો આપતા કિશોરને લાગી આવતા લીમડાના ઝાડમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. સમાજ માટે લાલબત્તી રૂપ આ કિસ્સાની ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ લજાઈ ગામની સીમમાં હેત પ્લાસ્ટ પેક કારખાનાની ઓરડીમા રહી મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મગનસિધ ગલીયાભાઈ ભુરિયાનો પુત્ર આશિષ ઉ.15 ગુટખા અને માવા ખાતો હોવાથી તેના પિતા મગનસિંઘે ગુટખા - ફાકી નહિ ખાવા ઠપકો આપ્યો હતો. પિતાએ આપેલા ઠપકાને કારણે કિશોરવયના અશિષને લાગી આવતા કારખાના નજીક આવેલ લીમડાના ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે એકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..