ભાવેશ્વરી માતાના સાનિધ્યમાં સત્સંગ યોજાયો મોરબી : આજ ગુરુપૂર્ણિમા હોવાથી રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરી માતાના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઊજવાઇ હતી.તેમજ સત્સંગ કરાયો હતો.આ કાર્યક્રમમાં આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. મોરબીમાં રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરી માતાના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.સવારના સમયમાં વ્યાસ પૂજન,કુમારિકા પૂજન કરવામાં આવ્યું હતું.ભાવેશ્વરી માતાના શિષ્ય રતનેશ્વરીબેન દ્વારા સત્સંગ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા મહેન્દ્રનગર, મોરબી, સાવલા , ઇડર, રાજકોટ તેમજ મોરબીની આજુબાજુના ભાવિ ભક્તો જોડાયા હતા. મુનાભાઈ કાવર, રામજીભાઈ, રેવાબેન, ઋગનાથભાઈ, રમેશભાઈ રાજપર, દેવકરણભાઈ, વિનોદભાઈ, દિલીપભાઈ, દલસુખભાઈ સહિત મહેન્દ્રનગરના ભકતો કેશુભાઈ અનેક સેવારૂપી કાર્યક્રમનું મહત્વ સમજી જહેમત ઉઠાવી હતી. પોલીસ ખાતાના પી.આઇ.દેકાવડિયા,તથા પી.આઇ.,વિરલ પટેલ, આરોગ્ય અધિકારી કતિરા સાહેબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.