મોરબી : મોરબી જિલ્લાના બેલા-ભરતનગર ખાતે આવેલા ખોખરા હનુમાન હરિહર ધામમાં તા. 3 જુલાઈને ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખોખરા હનુમાન હરિહરધામમાં શ્રી કેશવાનંદ બાપુના શિષ્યા તેમજ પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીના સાનિધ્યમાં તા. 3 જુલાઈને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં સવારે 8:30 કલાકે ગુરૂ પૂજન-ગૌ પુજન, સવારે 9 કલાકે મંદિરના શિખરો પર નુતન ધ્વજારોહણ, સવારે 9:15 કલાકે વૃક્ષારોપણ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા કનકેશ્વરીદેવીના આર્શિવચન તેમજ ગુરૂ મહિમા સત્સંગ જેવા ધાર્મિક તેમજ સાંસ્કૃતિક ઉત્સવો ઉજવવામાં આવશે. મોરબીની ધર્મપ્રિય જનતાને આ મહોત્સવનો લાભ લેવા ખોખરા હનુમાન ધામ સેવા સમિતિએ નિમંત્રણ પાઠવ્યું છે.