મોરબી : મોરબીમાં આગામી તા.૧૩ને બુધવારના રોજ ગિરનારી આશ્રમ, ગંગેશ્વર મહાદેવ,લીલાપર રોડ,મોરબી ખાતે ગુરૂપૂ્ણિમાની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં તા.૧૨ના રોજ રાત્રે ૯ કલાકે ધૂન- ભજન,તા.૧૩ના રોજ સવારે ૭:૩૦ કલાકે ધ્વજા રોહણ,સવારે ૮ કલાકે ગુરૂપૂજન અને બપોરે ૧૧:૪૫ કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.જેમાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.