મોરબી : નવધા શક્તિની ભક્તિ વિવિધ સ્વરૂપે થઈ શકે છે. આવી ભક્તિ સાથે જ્યારે દાનની સરવાણી વહે ત્યારે ભક્તિનો રંગ ઘાટો બનીને સર્વ સમાજને પ્રેરણારૂપી ઉજાશ આપે છે. આવો જ એક પ્રેરક સંયોગ પાછલા 10 વર્ષથી ગુરુકૃપા હોટલ (GK HOTEL GROUP) ખાતે સર્જાય છે. ગુરુકૃપા હોટલ વાળા ભગાબાપા દર નવરાત્રિ દરમ્યાન વૃદ્ધાશ્રમના વડીલો તેમજ વિકાસ વિદ્યાલયની બાળાઓને સ્વમાનભેર વસ્ત્રદાન આપી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. સાથોસાથ આ વડીલોને સાત્વિક ભોજન કરાવી માં અન્નપૂર્ણાની ભક્તિ કરવાનો લ્હાવો પણ લઈ રહ્યા છે. ગત રાત્રીના રોજ ગુરુકૃપા હોટલ ખાતે મોરબીના વૃદ્ધાશ્રમના વડીલો તેમજ વિકાસ વિદ્યાલયની બાળાઓને સ્નેહપૂર્વક આમંત્રિત કરાયા હતા. અહીં મોરબી ડિસ્ટ્રીક જજ ઓઝા સાહેબ, જજ નાયકસાહેબ તથા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં આ માનવંતા વડીલો અને બાળાઓને વસ્ત્રદાન કરાયું હતું. જેમાં મહિલાઓને સાડી તેમજ પુરુષોને ઝભ્ભા-લેંઘા વિતરણ કરાઈ હતી. આ ઉપરાંત વિકાસ વિદ્યાલયની બાળાઓને ડ્રેસ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ ડિસ્ટ્રીક જજ ઓઝા સાહેબ દ્વારા બાળાઓને ઓર્નામેટ સેટ ભેટમાં આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શુદ્ધ અને સાત્વિક ભોજન કરાવી માં જગદંબાના પાવન નવરાત્રિ પ્રસંગને સેવા ભક્તિ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. જે અન્ય લોકો માટે પણ પ્રેરણા સમાન બની રહ્યો હતો. આ તકે કિશોરભાઈ ચંડીભમર, ગૌતમભાઈ કચોરીયા ઉપસ્થિત રહ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274