મોરબી : આગામી તારીખ 16 નવેમ્બર ને રવિવારના રોજ રાત્રે 8-30 કલાકે મોરબીમાં ઉમા વિદ્યાસંકુલની સામે આવેલા પંચમુખી સત્સંગ હોલ ખાતે કેસરીનંદન મિત્ર મંડળ દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું છે. ગુરુજી અશ્વિનકુમાર પાઠકના મધુર કંઠે આ સુંદરકાંડના પાઠ યોજાશે.ગુરુજી અશ્વિનકુમાર પાઠક દ્વારા છેલ્લા 25 વર્ષથી સતત ચાલતા આ સુંદરકાંડ અભિયાનનો આ 9300મો દિવસ અને 9460માં પાઠનું આયોજન મોરબીમાં કેસરીનંદન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો આ પ્રસંગે આપ સૌને સહપરિવાર પધારવા કેસરીનંદન ગ્રુપ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.