ટંકારા : ટંકારાના દેવકુંવર શૈક્ષણિક સંકુલમાં આજ રોજ ગુરુપૂર્ણિમા અને ગુરુવંદના કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે શાળાના દરેક વિદ્યાર્થીઓએ આ ગુરુ વંદના કાર્યક્રમમાં હોશભેર ભાગ લીધો હતો અને શાળાના શિક્ષક બશીરભાઈએ ગુરુ વિશે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી.