મોરબી : આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબીના કાર્યકર્તાઓ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જે દરમ્યાન તેમના દ્વારા આદરણીય ગુરૂજનોને મોં મીઠું કરાવીને ગુરુપૂર્ણિમાના પર્વની શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતા. મહત્વનું છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949થી વિદ્યાર્થીહિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.