વાંકાનેર : લાલજી મહારાજની જગ્યા (જન્મભૂમિ) સિંધાવદર ખાતે તા. 10-7-2025ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં સવારે 9:30 કલાકે ધજા ચડાવવામાં આવશે. ત્યારબાદ સવારે 9:45 કલાકે ગુરુ પૂજન આરતી, સવારે 10:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મહોત્સવમાં સૌ સેવક હરિભક્તોને પધારવા મહંત આનંદરામ બાપુએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.