મોરબી : SMVS સંસ્થા દ્વારા ગુજરાતના 11 જેટલા મોટા શહેરોમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે પ્રતિક ઉત્સવ ઉજવાઇ રહ્યા છે. જેમાં મોરબીના SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 14 જુલાઈ ને સોમવારના રોજ સાંજે 5 થી રાત્રે 10 કલાક સુધી દિવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં હરિકૃષ્ણ મહારાજ અને ગુરુવર્ય સ્વામીશ્રીનું અવની ચોકડીથી ભવ્ય સામૈયું રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ SMVS નુતન મંદિર ખાતે ગુરુજી દ્વારા ઘનશ્યામ મહાપ્રભુની દિવ્ય આરતી કરવામાં આવી હતી તથા મંદિર ખાતે હરિભક્તોને ગુરુજીના નિકટ દર્શન તથા વિશિષ્ટ છાબડી, વિશિષ્ટ હારથી દિવ્ય ભાવે પૂજન કરવાનો અને આશીર્વાદનો લાભ મળ્યો હતો. દર્શન, પૂજન બાદ ગુરુજીએ આશીર્વાદની હેલી વરસાવી 5000 જેટલા હરિભક્તોને આત્યંતિક કલ્યાણના આશીર્વાદ આપ્યા હતા.