28 જુલાઈએ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન: વરિયા પ્રજાપતિ સમાજના મહાનુભાવોને જીવરાજ સ્વામી અને પ્રેમદાસબાપુ એવોર્ડથી સન્માનિત કરાશેમોરબી : વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા હડમતિયા (પાલનપીર) ખાતે આવેલા નકલંકધામ ઠાકર મંદિર (સમસ્ત વરિયા પ્રજાપતિ ગુરુ ગાદી) મુકામે આગામી 29 જુલાઈ 2026, બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં સહભાગી થઈ ગુરુ વંદના કરવા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે 28 જુલાઈ 2026, મંગળવારના રોજ રાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે. આ સંતવાણીના કાર્યક્રમમાં રસીક મહારાજ કાપડી અને અશોકભાઈ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે.ત્યારબાદ 29 જુલાઈ 2026ના રોજ સવારે 9:00 કલાકે મહાનુભાવોનો એવોર્ડ સમારોહ યોજાશે. આ એવોર્ડ સમારોહમાં તુલસીભાઈ સવજીભાઈ નાવિયાણીને જીવરાજ સ્વામી એવોર્ડ એનાયત કરાશે. સ્વ. ટપુભાઈ પ્રેમજીભાઈ વારેવડીયાને જીવરાજ સ્વામી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જાદવજીભાઈ જીવનભાઈ વારેવડીયાને પ્રેમદાસબાપુ એવોર્ડ અપાશે. અમરશીભાઈ મુલજીભાઈ ધરોડીયાને પ્રેમદાસબાપુ એવોર્ડ એનાયત કરાશે. કાંતિભાઈ જેઠાભાઈ મેજડીયાને પ્રેમદાસબાપુ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.એવોર્ડ સમારોહ બાદ 29 જુલાઈએ બપોરે 11:00 કલાકે મહાપ્રસાદ (જ્ઞાતિભોજન) નું આયોજન પણ રાખવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહંત મેહુલદાસબાપુ કેસવદાસબાપુ ચાપબાઈ, નકલંકધામ વિકાસ સેવાયજ્ઞ સમિતિ અને સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Hadmatiya #Nakalankdham #GuruPurnima2026 #VariyaPrajapatiSamaj #Santvani #AwardSamaroh