મોરબી : મોરબીના પ્રગતિ ક્લાસીસમાં ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ક્લાસીસ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રગતિ ક્લાસીસના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપીને ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. આ તકે ક્લાસીસના સંચાલક પ્રમોદસિંહ રાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો કરવાથી વિદ્યાર્થીઓમાં સ્ટેજ ફીઅર દૂર થાય છે. વાક છટા તેમજ વ્યક્તિત્વના વિકાસમાં ઘણો જ સુધારો થાય છે અને આપણી સંસ્કૃતિ વિશે વિશેષ જ્ઞાન મળે છે. આમ પ્રગતિ ક્લાસીસ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.