મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હંમેશા સાંસ્કૃતિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ, તથા રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવાતા હોય છે. તેવી જ રીતે આજે ગુરૂપૂર્ણિમાની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ નવયુગના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા સાહિત્યકાર રાજુભાઈ આહીરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેઓ પી.ડી. કાંજીયાના શિષ્ય છે. તેમને વિદ્યાર્થીઓને સાહિત્ય રસ, હાસ્યરસ તેમજ ગુરુરસથી તરબોર કર્યા હતા. આમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી. કાંજીયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા અને તમામ વિભાગના વડાની હાજરીમાં આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયો હતો.