મોરબી : 10 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લાની ટીમ તથા પ્રખંડ ટીમ દ્વારા મોરબી શહેર અને મોરબી ગ્રામ્ય વિસતારના મઠ-મંદિરોમાં સાધુ સંતોનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રામ મહેલ મંદિર, મચ્છુમાં મંદિર, રાધાકૃષણ મંદિર, નરંસગ ટેકરી મંદિર, સ્વામિનાાયણ મંદિર કંડલા બાયપાસ રોડ, કબીરધામ વાવડી રોડ, નકલંક ધામ બગથળા, BAPS મંદિર સ્વામિનાાયણ સામાકાંઠે, સંસ્કાર ધામ મંદિર, શનાળા રોડ, ઉમિયા આશ્રમ ધામ, ભકિતનગર સર્કલ શનાળા રોડ, તપોવન ભારતી ખાતે સાધુ-સંતોના પૂજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્માચાર્ય સંપર્ક સહસંયોજક હસમુખભાઈ ગઢવી હાજર રહ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા ગુરુપૂર્ણિમાનાં દિવસે માતૃશક્તિના બહેનો દ્વારા લીલાપર રોડ પર આવેલા ગિરનારી આશ્રમમાં હંસાગીરી ગોસ્વામી સાધ્વીજીને તથા પંચાસર પાસે આવેલ રણુજા આશ્રમમાં ગીતા સાધ્વીજીનાં ચરણોમાં વંદન કરી રાષ્ટ્રહિત અને સ્ત્રી શક્તિ જાગરણ વિશે ચર્ચાઓ કરી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના માતૃશકિત સહસંયોજીકા હિનાબેન અગ્રાવત હાજર રહ્યા હતા.આવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ પ્રખંડ ખાતે પણ ગુરૂપુજનનો કાર્યક્રમ થયો હતો. જેમાં (1) શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, મહંત દિપકદાસજી મહારાજ, હળવદ (2) શ્રી કંસારિયા હનુમાનજી મંદિર,મહંત ધવલગીરી બાપુ (3) શ્રી સ્વામિનારાયણ મંદિર રણજીતગઢ ધામ (4) શ્રી રાતકડી હનુમાનજી મંદિર, મહંત ભાનુપ્રસાદ મહારાજ (5) શ્રી નકલંક ગુરુધામ, શકિતનગર, મહંત દલસુખ મહારાજ (6) શ્રી રંગીલા હનુમાનજીની જગ્યા, મહંત પુરષોત્તમપૂરી મહારાજ (7) શ્રી પ્રભુચરણ આશ્રમ, મહંત પ્રભુચરણ મહારાજ (8) શ્રી સ્વામિનારાયણ મંદિર( જૂનું ટાવર વાળુ), ભક્તિનંદન સ્વામી ખાતે હળવદ પ્રખંડના કાર્યકર્તાઓ, અને વિશેષ અધિકારીમાં ભાવેશભાઇ ઠક્કર કર્ણાવતી ક્ષેત્ર બજરંગદળ સંયોજક અને સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી સાથે જોડાયા હતા.