કેશવાનંદ બાપુ અને મહેશ્વરાનંદ બાપુના સાનિધ્યમાં યોજાનારા ઉત્સવમાં નામાંકિત કલાકારો સંતવાણીની રમઝટ બોલાવશેમોરબી : મોરબીના ઘોળેશ્વર રોડ પર આવેલા શાંતિવન આશ્રમ, રત્નેશ્વર મહાદેવ ખાતે અષાઢ સુદ-15 (ગુરુ પૂનમ) તારીખ 29/07/2026 ને બુધવારના રોજ ગુરુ પૂર્ણિમા ભવ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સદગુરુ કેશવાનંદ બાપુ તથા ગુરુદેવ મહેશ્વરાનંદ બાપુના ચરણ કમળોના સાનિધ્યમાં અને કલ્યાણાનંદ ગુરુદેવ કેશવાનંદ બાપુના નિમંત્રણથી આ પવિત્ર ધાર્મિક મહોત્સવ યોજાશે.કાર્યક્રમની વિગતો• ગુરુપૂજન તથા ગુરુયાગ: સવારે 7:00 વાગ્યે• મહાપ્રસાદ: સવારે 11:00 વાગ્યે• કથા શ્રવણ: સાંજે સત્યનારાયણ ભગવાનની કથા• ભવ્ય સંતવાણી તથા સંત દર્શન: રાત્રે 10:00 વાગ્યેસંતવાણીના કલાકારોરાત્રે યોજાનાર ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં ગઝલ ગાયક અને સ્ટેજ સંચાલક તરીકે ડો. શૈલેષભાઈ સી. રાવલ સેવા આપશે. ભજનિક તરીકે કિશોરભાઈ વાઘેલા, ભરતભાઈ વાઘેલા, વિજયાબેન વાઘેલા, ભગવાનજીભાઈ બોરીયા અને છગનભગત પોતાના સુરેલા અવાજમાં ભક્તિરસ પીરસશે. સાજિંદા સંગતમાં બેન્જો વાદક વિજયભાઈ મકવાણા, વાયોલીન વાદક આનંદભાઈ મકવાણા, મંજીરા વાદક રમેશભાઈ તેમજ અનિલભાઈ (ઉસ્તાદ એન્ડ ગ્રુપ) જોડાશે. રઘુનંદન સ્ટુડિયો દ્વારા યૂટ્યુબ પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.આ ધાર્મિક ઉત્સવ, ગુરુપૂજન, મહાપ્રસાદ અને સંત દર્શનનો અમૂલ્ય લાભ લેવા માટે શાંતિવન આશ્રમ - મોરબી તરફથી તમામ સેવકગણ અને ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #GuruPurnima2026 #ShantivanAshram #MorbiNews #Santvani #MorbiEvents #KeshavanandBapu