મોરબી : મોરબીમાં આવતીકાલે ગુરૂનાનક ભગવાનની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરાશે. ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. આવતીકાલે તા.19/11/2021ને શુક્રવારના રોજ સીંઘુ ભવન, સ્ટેશન રોડ, મોરબી ખાતે ગુરૂનાનક ભગવાનની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સવારે 11-30 કલાકે અખંડ પાઠ કરવામાં આવશે. બપોરે 12 કલાકે લંગર પ્રસાદ રાખવામાં આવ્યો છે. રાત્રે 10 કલાકે બલજીતસિંઘ સોહલ (અમૃતસરવાળા)ના મુખે કિર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના કાર્યક્રમોમાં સર્વે લોકોને આમન્ત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..