મોરબી : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબી દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન દિવસે તા. 10-2-2025 ને સોમવારના રોજ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર, ઘંટીયા પા, ભવાની ચોક, મોરબી ખાતે સવારે 6 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે પ્રભાત આરતી, 8:30 કલાકે ધ્વજારોહણ, બપોરે 12 કલાકે શ્રીંગાર દર્શન આરતીનું આયોજન કરાયું છે. તેમજ બપોરે 4 કલાકે શ્રી વિશ્વકર્મા મંદિરેથી શ્રી વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા નીકળશે. આ ઉપરાંત શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબી દ્વારા વિરપર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે સવારે 9 : 15 કલાકે શ્રી વિશ્વકર્મા બાગ (વિરપર)નું ભૂમિ પૂજન કરવામાં આવશે. 10 કલાકે દાતાઓનું સન્માન, તેજસ્વી વિદ્યાર્થીઓ તથા રમત-ગમત સ્પર્ધાના વિજેતાઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે. આ સાથે જ સવારે 10 થી 12 કલાક દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ, બપોરના 12 કલાકે શ્રી રાજભોગ આરતી અને 12:15 કલાકે મહાપ્રસાદનું આયોજન શ્રી વિશ્વકર્મા બાગ, પ્લોટ નં. 1-2, વિરપર, જીઈબી સબ સ્ટેશન પાસે, મોરબી - રાજકોટ હાઇવે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે સમસ્ત જ્ઞાતિ જનોને હર્ષોલ્લાસ સાથે પધારવા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબી દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.