હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે જુના ઝઘડાના મનદુઃખમાં યુવાનને એક શખ્સે ગુપ્તીના ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ચરાડવા ગામે જુનાવાસમાં રહેતા ભરતભાઇ ચતુરભાઇ સોલંકી ચરાડવા ગામના બસસ્ટેન્ડ નજીક હતા ત્યારે આરોપી સુરેશભાઇ બાબુભાઇ સોલંકીએ જુના ઝઘડાના મનદુઃખમાં ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી ગુપ્તી વડે ડાબા પગના સાથળ ઉપર ઘા મારી, પેટના ભાગે તથા પીઠના ભાગે નાની મોટી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪, ૫૦૪,૫૦૬(૨) તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.