મોરબી : છેલ્લા 17 વર્ષથી કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે માળિયા હાઈવે પર આવતા અમરનગર ગામના પાટિયે ગુંગણ યુવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 9-9-2025થી આ કેમ્પનું આયોજન કારવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં વિનામૂલ્યે જમવાનું, ચા, પાણી, નાસ્તો, રોકાણ, મેડિકલ જેવી તમામ સુવિધા આપવામાં આવશે. તો દરેક પદયાત્રીઓ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા ગુંગણ યુવા ગ્રુપ તરફથી અપીલ કરવામાં આવી છે.