પીરઝાદા પેનલના ઉમેદવાર સતત બીજી વખત બિનહરીફ વિજેતા જાહેરવાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ પદની પ્રથમ 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં આગામી 2.5 વર્ષ માટે ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં વર્તમાન શાસક પીરઝાદા પેનલ (કોંગ્રેસ) તરફથી ઉમેદવારી નોંધાવનાર ગુલામભાઈ અમીભાઈ પરાસરા (સિંઘાવદર) સતત બીજી વખત બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ વરણી સાથે જ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પર કોંગ્રેસ પક્ષનો દબદબો યથાવત રહ્યો છે.ભાજપના 5 સભ્યો ગેરહાજર રહ્યા, કોંગ્રેસની સ્પષ્ટ બહુમતીપ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કુલ 18 સભ્યોમાંથી આજની ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના 10 સભ્યો તથા 2 સરકારી સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે ભાજપના 5 સભ્યો ચૂંટણી પ્રક્રિયાથી અળગા રહીને ગેરહાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રપુર ગ્રામ પંચાયત વતી નિયુક્ત થયેલા 1 સભ્યનું અગાઉ અવસાન થયેલું છે. આમ, સ્પષ્ટ બહુમતી અને કોંગ્રેસના સભ્યોની એકતાના આધારે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ પરાસરાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.અધિકારીઓની દેખરેખ હેઠળ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈઆ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કચ્છ-ભુજ જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી મેઘાબેન અગ્રવાલ તથા સિનિયર ક્લાર્ક સિદ્ધરાજસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ પાઠવી શુભેચ્છાઓનવા ચેરમેનની વરણીના પ્રસંગે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, સંઘ પ્રમુખ, પ્રોસેસિંગ પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ વાંકાનેર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ તમામ આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત ચેરમેનને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી.#Wankaner #MarketingYard #Congress #WankanerNews #Election2026 #MorbiUpdate #GujaratPolitics