મોરબી: ૧ મેં એટલે કે ગુજરાતનો સ્થાપનાદિન છે ત્યારે આ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના મુખ્ય સ્થળો પર ખાસ રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે આજે રાત્રે નગરજનો રોશનીની ઝાકમઝાળનો અનેરો નજારો માણી શકશે. ૧ મેં ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે મોરબી નગરપાલિકા કચેરી, નહેરુ ગેટ અને ટાઉન હોલ સહિતના સ્થળોએ રાત્રે ખાસ રોશનીનો ઝગમગાટ ઉભો કરવામાં આવશે. આજે રાત્રે નગરજનો આ ઝગમગાટ નિહાળવાનો અનેરો લ્હાવો લેશે