આ કર્મચારી સંઘમાં ગુજરાત રાજયની અલગ અલગ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી તથા અન્ય કર્મચારીઓ કારોબારીના સભ્યો હોય છે.રાજ્યની અલગ અલગ બજાર સમિતિના કર્મચારીઓએ માર્કેટ યાર્ડ - હળવદની મુલાકાત લીધી.ખેડૂત માટેની સુવિધાઓ અને સગવડતા જેવી કે ૨૪ એમ્બ્યુલન્સ, ૪૦ રૂ.માં ભરપેટ ભોજન, ખેડૂત એગ્રો મોલ, વિશાળ હરરાજી શેડ અને મોટા આર.સી.સી. ગ્રાઉન્ડ, ઠેર ઠેર મિનરલ પીવાના પાણીની વ્યવસ્થા, મજૂરોને નાહવા માટેનો ઘાટ આ બધી સુવિધાઓ થી પ્રભાવિત થયા હતા... બજાર સમિતિના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી તથા ભીખાલાલ, રજનીભાઈ, રતિલાલભાઈ સહિતના સભ્યશ્રીઓ તથા ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના પ્રમુખશ્રી અજિતસિંહ અટોદરિયા તથા અન્ય હોદ્દેદારો અને અન્ય માર્કેટ યાર્ડ ના સેક્રેટરી તથા કર્મચારીઓ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેનશ્રી રણછોડભાઈ પટેલ દ્વારા દરેક ઉપસ્થિત કર્મચારીઓને દિલથી અને નિષ્ઠાથી ખેડૂતના અને સંસ્થાના હિતમાં ફરજ બજાવવા પોતાની આગવી દેશી શૈલીમાં શિખામણ આપી હતી. બજાર સમિતિ - હળવદના કર્મચારીઓએ પધારેલ મહેમાનોને સૌરાષ્ટ્રની મહેમાનગતી જે રીતે વખણાય છે તે રીતે અતિથિ પરમો ધર્મનો અહેસાસ કરાવ્યો હતો. [gallery ids='81622,81623']