'A Study on Corporate Social Responsibility (CSR) and Financial Performance of Selected Indian Companies' વિષય પર કર્યું સફળ સંશોધનમોરબી: શહેરના યુવા શિક્ષક અને સંશોધક કવિત પરેશભાઈ અંજારિયાને ગુજરાત યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ કોમર્સ દ્વારા 'A Study on Corporate Social Responsibility (CSR) and Financial Performance of Selected Indian Companies' વિષય પરના સંશોધન માટે પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે.કવિતના પિતા પરેશભાઈ અંજારીયા મહાનગરપાલિકામાં કમિશનરના પી.એ. તરીકે સેવા આપે છે. કવિત પરેશભાઈ અંજારિયાની શૈક્ષણિક સફર મોરબીની શાળાઓમાંથી શરૂ થઈ હતી. ઓમ શાંતિ વિદ્યાલયમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમજ નવયુગ વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે સોમ લલિત કોલેજ ઑફ કોમર્સમાંથી બી.કોમ. અને એસ.ડી. સ્કૂલ ઑફ કોમર્સ, ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.કોમ. પૂર્ણ કર્યું. ત્યારબાદ સતત અભ્યાસ, સંશોધન અને મહેનતના બળે તેમણે પીએચ.ડી.ની શૈક્ષણિક પદવી પ્રાપ્ત કરી છે.કવિતે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાત યુનિવર્સિટીના બી.કે. સ્કૂલ ઑફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝના ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નન્સમાં કરી હતી. હાલમાં તેઓ અમદાવાદ સ્થિત જે.જી. યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે.ડૉ. અંજારિયાએ UGC-NET અને GSET (કોમર્સ તથા મેનેજમેન્ટ) જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી છે. ઉપરાંત તેમણે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલોમાં સંશોધનપત્રો પ્રકાશિત કર્યા છે તેમજ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ, સંશોધન અને શૈક્ષણિક આયોજનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.આ પ્રસંગે કવિત પરેશભાઈ અંજારિયાએ પોતાની આ સિદ્ધિનો શ્રેય સર્વપ્રથમ પરમાત્માના આશીર્વાદ, માતા-પિતાના ત્યાગ અને સંસ્કારો, ગુરુજનોના માર્ગદર્શન તેમજ બાળપણથી સાથ આપનારા શાળાના મિત્રોને અર્પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જીવનમાં પ્રાપ્ત થયેલી કોઈપણ સિદ્ધિ કરતાં ઈશ્વર, માતા-પિતા અને પોતાના મિત્રોના પ્રેમ, આશીર્વાદ અને વિશ્વાસનું સ્થાન હંમેશા સર્વોચ્ચ રહેશે.#Morbi #MorbiNews #PhD #GujaratUniversity #Education #MorbiUpdates #Research