નવી દિલ્હી ખાતે ૯ રાજ્યોના શિક્ષકો વચ્ચે ગુજરાતની ટીમે જમાવ્યું આકર્ષણ : પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વય સાથે રજૂ કરી અનોખી કૃતિનવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીમાં ફરી એકવાર ગુજરાતની સંસ્કૃતિનો ડંકો વાગ્યો છે. નવી દિલ્હી સ્થિત CCRT (Centre for Cultural Resources and Training) ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપમાં ગુજરાતના શિક્ષકોએ પોતાની આગવી પ્રતિભા બતાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.9 રાજ્યના શિક્ષકોએ લીધો ભાગમળતી વિગત મુજબ, નવી દિલ્હીમાં 'Role of Schools in Conservation of Nature & Cultural Heritage' (પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાના જતનમાં શાળાઓની ભૂમિકા) વિષય પર એક વિશેષ નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેશભરના ૯ અલગ-અલગ રાજ્યોમાંથી કુલ ૫૩ જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની ટીમે પોતાની અલગ જ ભાત પાડી હતી.ગઈકાલે તારીખ ૧૧-૦૨-૨૦૨૬ના રોજ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પ્રતિનિધિ શિક્ષકો દ્વારા એક વિશેષ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિ અને સંસ્કૃતિના અતૂટ સંબંધને દર્શાવવાનો હતો. ગુજરાતના શિક્ષકોએ ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી એ સંદેશ આપ્યો હતો કે શિક્ષણ માત્ર ચોપડીના પાના પૂરતું સીમિત નથી, પરંતુ આપણી આસપાસની પ્રકૃતિ અને વિરાસત પણ શિક્ષણનો જ એક ભાગ છે.ભાગ લેનાર શિક્ષકોઆ પ્રદર્શનને સફળ બનાવવામાં જહેમત ઉઠાવનાર શિક્ષકોમાં ૧. કાજલ મકવાણા ૨. ખ્યાતિ ગર ૩. સરવૈયા હિમાંશુ એમ. ૪. રાજ અરૂણકુમાર જે. ૫. ડો. કિરીટ સોમૈયા હતા.મુખ્ય આકર્ષણવર્કશોપમાં ઉપસ્થિત અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ અને મહાનુભાવોએ ગુજરાતની આ કલાત્મક રજૂઆતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ વર્કશોપ આગામી સમયમાં શિક્ષકોને પર્યાવરણ અને સંસ્કૃતિના સાચા રક્ષક તરીકે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું.