કૃપાલસિંહ ચુડાસમા રાહુલ ગાંધીની વોટ ચોર ગાદી છોડની ઝુંબેશ કાર્યક્રમનું કરશે નેતૃત્વમોરબી : આવતીકાલ તા. 11-10-2025 ને શનિવારના રોજ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ કૃપાલસિંહ ચુડાસમા અને યુવા કોંગ્રેસના પ્રભારી મોરબીની મુલાકાતે આવશે. સમગ્ર વિગત અનુસાર, રાહુલ ગાંધીની વોટ ચોર ગાદી છોડની જે ઝુંબેશ છે તે કાર્યક્રમ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ કૃપાલસિંહ ચુડાસમા અને યુવા કોંગ્રેસના પ્રભારીના નેતૃત્વમાં કરવાનો હોવાથી આવતીકાલે સાંજે 4:30 કલાકે દરબારગઢ ખાતે તેઓ પધારશે. ત્યારે આ કાર્યક્રમમાં મોરબીના તમામ જાહેર જનતાને અને કોંગ્રેસ હોદ્દેદારો અને કોંગ્રેસ કાર્યકર્તાને હાજર રહેવા જાણ કરવામાં આવી છે.