મોરબી : આજે તા.31/01/2020 ના રોજ ગુજરાત પોષણ અભિયાન-2020-22 અંતર્ગત મોરબી જિલ્લા પંચાયત સીટ વિસ્તાર બગથળા ગામે કાર્યક્રમ યોજાઇ ગયેલ હતો. આજના કાર્યક્રમમાં આ વિસ્તારના તમામ કુપોષિત બાળકોને સુપોષિત તથા મહિલાઓને તંદુરસ્ત બનાવવા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઇ રાણાભાઇ હુંબલ દ્વારા સપથ લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પ્રાત અધિકારી એસ. જે. ખાચર ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન થયેલ પ્રવૃતિમાં ભાગ લેનાર બાળકો, માતાઓ, અને કિશોરીઓ ને 1 થી 3 નંબર આપી પુરસ્કાર દ્વારા સન્માનિત કર્યા હતાં તેમજ પોષણ અભિયાન તેમજ ICDS ની વિવિધ સેવાઓ વિશે લાભાર્થીઓને માહિતી આપવામાં આવેલ હતી.