મોરબી : નવા આમરણ ખાતે તા.31/01/2020 ના રોજ ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત મોરબી જીલ્લા પંચાયત સીટ વિસ્તારના નવા આમરણ ગામે કાર્યાકમ યોજાયો હતો. બાળકોને સુપોષિત તથા મહિલાઓને તંદુરસ્ત બનાવવા તાલુકા પંચાયતના સદસ્યો, ખારચીયાના નયનાબેન પટેલ, આમરણના ફાતમાબેન તેલી, ગાંધીનગરથી પ્રશાંત દવે, મોરબીથી કોમલબેન અને જાગૃતિબેન આમરણ પી.એચ.સી ડો.અલપેશ દરજી દુવારા સપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે આમરણ ગ્રામ પંચાયતના સંરપચ મોહનભાઈ પરમાર, સદસ્ય યાસ્મીનબેન બુખારી, નવા આમરણના મહિલા સંરપચ હિનાબેન પટેલ, કોંગ્રેસના આગેવાન મનસુખભાઇ બોડા અને હિતેશભાઈ મેરજા, યુવા કોંગ્રેસના મંત્રી સરફરાજ સૈયદ, પત્રકાર સબીર બુખારી, ઇકબાલ બુખારી, રાજેશ કાસુનદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગળવાડીના વર્કર પુષ્પાબેન પરમાર, દમયંતીબેન કગથરા, ભાવનાબેન જીજવાડિયા, રોશનીબેન ભીમાણી, પાયલબેન બારૈયાએ જહેમત ઉઠાવી હતી.