મોરબીઃ મોરબીમાં 30 ઓક્ટોબર ને રવિવારે બનેલી દુઃખદ ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુઃખદ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે મૃતકોના આત્માને શાંતિ મળે તેવા હેતુથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા રામધૂનનું આયોજન કરાયું હતું. મોરબી માળીયા ફાટક પાસે આવેલા વેલનાથ ધામ ખાતે રામધૂન ભજન રાખવામાં આવ્યા હતા અને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.