મોરબી : ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આવતીકાલે તારીખ 23/10/2019 બપોરે 3 વાગ્યે ગાંધી ચોક, આંબેડકર સાહેબની પ્રતિમા પાસેથી રેલી કરી જિલ્લા ખેતીવાડીની ઓફિસ ખાતે ખેડૂતોની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવશે. આ રેલી ખેડૂતોની વિવિધ માંગણીઓ જેવી કે પ્રધાનમંત્રી પાકવીમા યોજના અંતર્ગત ક્રોપ કટિંગમાં નિયમોનુસાર ગ્રામ સમિતિની રચના કરવાની માંગ, ગ્રામ સમિતીની રચના, ક્રોપ કટિંગમાં ગ્રામ સમિતિની ઉપસ્થિત ફરજીયાત, ખેડૂતોની ઉપસ્થિતમાં પારદર્શક ક્રોપ કટિંગની માંગ, જે ખેડૂતોએ પાકવીમો લીધો હોય નુકશાની થઈ છે અરજી કરી છે કે અરજી કરવાની રહી ગઈ છે તેવા તમામ ખેડૂતોનું ન્યાયિક સર્વે કરી નુકશાનીનું વળતર આપવામાં આવે, રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ માટે નુકશાનીનું જે સર્વે ચાલે છે તેમાં સરકાર દ્વારા મોરબી જિલ્લાના ખેડૂતોને એક રૂપિયો આપવો ન પડે તેવી રીતે ખેડૂત વિરોધી સર્વેની કામગીરી ચાલી રહી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. તેમાં નિયમોનુસાર સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી રજૂઆત કરવામાં આવશે. આ રેલીમાં જોડાવા માટે જિલ્લાના એક એક ખેડૂતને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયા દ્વારા હાકલ કરવામાં આવી છે.