ન ઘરના ન ઘાટના... પ્રોપેન મળતો નથી, ગુજરાત ગેસ મળે છે પણ મોંઘો પડે છે, આમાં ઉત્પાદન કરવું કેમ ? ઉદ્યોગકારોમાં ગણગણાટઅંદાજે 550 જેટલા ઉદ્યોગો ગુજરાત ગેસના નવા ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે, આ તમામ ઉદ્યોગો માટે આટલા મોંઘા ભાવના ગેસથી ઉત્પાદન શરૂ કરવું અશક્યમોરબી : ગુજરાત ગેસ દ્વારા એપ્રિલ 2026 માટે જાહેર કરાયેલા નવા ભાવ અને સપ્લાય મેકેનિઝમ સામે મોરબીના ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જૂના ગ્રાહકો અને પ્રોપેનથી કુદરતી ગેસ તરફ વળેલા નવા ગ્રાહકો વચ્ચે રાખવામાં આવેલા ભાવના તફાવતને કારણે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. આ ભાવના તફાવતને કારણે મોટાભાગના ઉદ્યોગો ટકી શકે તેમ ન હોવાનું જણાવી રહ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે એક તરફ પ્રોપેનની સપ્લાય બંધ છે અને બીજી તરફ ગુજરાત ગેસ મનફાવે તેમ ભાવ વસૂલી રહ્યું છે. આ સ્થિતિમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ 'ન ઘરનો કે ન ઘાટનો' જેવી સ્થિતિમાં મુકાયો છે.જુના અને નવા ગ્રાહકો માટે જાહેર કરાયેલ ગેસનો ભાવ● જૂના ગ્રાહકો (છેલ્લા 6 મહિનાથી વપરાશ કરતા): આ ગ્રાહકો માટે 50% વપરાશના રૂ. 53, તેનાથી 30% વધુ વપરાશના રૂ. 75 અને તેનાથી 20% વધુ વપરાશના રૂ. 85 ના ભાવે ગણતા સરેરાશ ભાવ રૂ. 66 થાય છે. જેમાં 7% વેટ ઉમેરતા આ ભાવ રૂ. 70.62 ની આસપાસ પડે છે.● નવા ગ્રાહકો : આ ગ્રાહકો માટે સીધો ભાવ રૂ. 88 નક્કી કરાયો છે. જેમાં 7% વેટ ઉમેરતા ભાવ રૂ. 94.16 સુધી પહોંચી જાય છે.● તફાવત : એક જ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરમાં બે ગ્રાહકો વચ્ચે પ્રતિ ક્યુબિક મીટર દીઠ અંદાજે રૂ. 24નો તફાવત જોવા મળી રહ્યો છે.ગેસના અસહ્ય ભાવને લઈ ઉદ્યોગકારોની મુખ્ય વેદના:● નફા કરતા ખોટ વધુ: ઉદ્યોગમાં હાલ માર્જિન માત્ર રૂ.2 જેવું છે, તેની સામે ગેસના ભાવથી પડતર કિંમતમાં રૂ.3નો વધારો આવે છે. આમ ધંધો ચલાવવો અશક્ય બન્યો છે.● એગ્રીમેન્ટનો ભય: ગુજરાત ગેસે એપ્રિલ માસની રિક્વાયરમેન્ટ માંગી છે, પરંતુ ઊંચા ભાવને કારણે ઉદ્યોગકારો માંગ નોંધાવતા ડરી રહ્યા છે. હવે ઉપરી કક્ષાએ એવું ચિત્ર દેખાશે કે ઉદ્યોગો તરફથી માંગ નથી, જ્યારે વાસ્તવમાં મોંઘા ભાવને કારણે ઉદ્યોગકારો ગેસ લઈ શકતા નથી.સરકાર મધ્યસ્થી નહિ કરે તો સિરામિક ઉદ્યોગનો મૃત્યુઘંટ નક્કી!મોરબી સિરામિક ક્લસ્ટરમાં આશરે 200-225 યુનિટો ગુજરાત ગેસ વાપરે છે, જ્યારે 550 જેટલા યુનિટો અગાઉ પ્રોપેન વાપરતા હતા. જેને નવા ગ્રાહક ગણવામાં આવે છે. આ તમામ યુનિટોને બચાવવા માટે સમગ્ર સિરામિક ક્લસ્ટરમાં ગેસનો 'એક સમાન ભાવ' મળે તે માટે સરકારે તાત્કાલિક મધ્યસ્થી કરવી જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો ગુજરાત ગેસ નેચરલ ગેસના ભાવ નીચા નહિ લાવે તો સિરામિક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગવો નક્કી હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.#MorbiUpdate #GujaratGas #CeramicIndustry #MorbiNews #GasPriceHike #GujaratIndustry #NaturalGas #IndustrialCrisis #MorbiCeramicAssociation #PropaneVsNaturalGas