સિરામીક ઉદ્યોગ ઉપર આડકતરો ભાવ વધારો ઠોકી બેસાડતા ઉદ્યોગકારો આગબબુલા મોરબી : મોરબી સિરામીક ઉદ્યોગને મોનોપોલીથી ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ કંપનીએ ઉપરા છાપરી બમણા સુધી ભાવ વધારો કર્યા બાદ આજથી અચાનક જ એમજીઓ સિસ્ટમ બંધ કરી આડકતરો ભાવ વધારો ઠોકી બેસાડતા સિરામીક ઉદ્યોગકારો આગબબુલા થઈ ઉઠ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સિરામીક ઉદ્યોગને કુદરતી ગેસ પાઇપલાઇન મારફતે પૂરો પાડતી ગુજરાત ગેસ કંપની એકચક્રી શાસન કરતી હોય તેવી સ્થિતિ વચ્ચે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર માસમાં બમણાથી વધુ ભાવ વધારો ઝીકી આગામી 1 જાન્યુઆરીથી વધુ ભાવ વધારવાની વેતરણમાં હતી પરંતુ અગાઉથી જ ઉદ્યોગકારોમાં નારાજગી જોતા ભાવ વધારાને બદલે એમજીઓ કેન્સલ કરી તમામ ઉદ્યોગ માટે નોન એમજીઓના ભાવે ગેસ લેવા ફરજ પાડી છે. દરમિયાન આ મામલે મોરબી સીરામીક એસોશિએશ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે હાલમાં ગેસના ભાવ વધવાથી નફો કરવો તો દુરની વાત છે પરંતુ ખર્ચા પણ નીકળતા નથી તેવા સમયે એમજીઓ પદ્ધતિ કેન્સલ કરી ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગ ઉપર આડકતરો નોન એમજીઓ મુજબનો ભાવ વધારો ઠોકી બેસાડ્યો છે.જે એક પણ ઉદ્યોગકારને સ્વીકાર્ય નથી. બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના અધિકારી સંતોષ ઝોપે કહે છે કે બે માસ પૂર્વે ઉદ્યોગકારોએ જ એમજીઓ સિસ્ટમ હટાવવા મામલે કહ્યું હતું અને હાલ પણ એમજીઓ ચાલુ જ છે માત્ર તેની ટકાવારીમાં ફેરફાર કર્યો હોવાનું જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..