મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગને રાહતરૂપે ગુજરાત ગેસ કંપનીએ ચાલુ મહિનામાં એમજીઓની માંગ સ્વીકારી લેતા ઉદ્યોગકારોએ રાહત અનુભવી છે. ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં વધારો કરવાની સાથે જ અનેક ઉદ્યોગકારોની મહિનાના ભાવ બંધણા રૂપે એમજીઓ કરાર ન સ્વીકાર્યા હોવાથી મોરબીના અનેક સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાતા ગઈકાલે એમજીઓ કરાર સ્વીકારવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆત બાદ ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગની માંગ સ્વીકારી એમજીઓ કરી આપવામાં આવતા સિરામિક ઉદ્યોગ દ્વારા ગેસ કંપની અને મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.