ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન : 89 સીટ પર પહેલા તબક્કામાં 9 ડિસેમ્બર શનિવાર અને 93 સીટ પર બીજાના તબક્કામાં 14 ડીસેમ્બર ગુરુવારે મતદાન થશે :18 ડીસેમ્બર હિમાચલ પ્રદેશ સાથે જ પરિણામ : આજથી આચારસંહિતા લાગુ : મોરબી જિલ્લાની ત્રણ સીટોની 9 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે ચૂંટણીની તારીખો જાહેર થતા જ મોરબી જિલ્લા કલેક્ટરે સાંજે 4 વાગ્યે ચૂંટણીના અનુસંધાને પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી ગુજરાત વિધાનસભા ચૂંટણીની હાઈલાઈટ - 22 જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભાની અવધિ પુર્ણ - 182 સીટ છે - 4.33 કરોડ મતદારો - 99% ફોટૉ ઓળખપત્ર - સ્થાનિક લેંગવેજમાં પણ સાહિત્ય - 50,128 પોલિંગ સ્ટેશન - તમામને વોટર સ્લીપ અપાશે - દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા - સૌપ્રથમ વખત VVPATનો ઉપયોગ - દરેક ઉમેદવારે એફિડેવિટ ફાઇલ કરવી પડશે - તમામ કોલમ ભરવી પડશે - નોટિસ બાદ જો કોલમ રહે તો રીજેક્ટ થશે - આચારસંહિતાનો અમલ તાત્કાલિક અસરથી શરૂ - 102 બુથ પર સંપૂર્ણપણે મહિલાઓ ફરજ બજાવશે - મતદાન મથકો પર સીસીટીવી અને ડિજિટલ કેમેરાની મદદ લેવાશે - મતદાર કોને વોટ આપ્યો એ જોઇ શકશે - સંવેદનશીલ મથકોમાં સીઆરપીએફ ફોર્સ મુકાશે - ઉમેદવારોની ખર્ચ મર્યાદા 28 લાખ - ચૂંટણી ખર્ચ માટે અલગ ખાતા રહેશે - ગુજરાતીમાં પણ માર્ગદર્શિકા અપાશે - ચૂંટણી ખર્ચ માટે ખાસ બેંક ખાતાઓ રહેશે - 10.46 લાખ નવા મતદાતા ઉમેરાયા, ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનોમાં GPS લગાવાશે - ખર્ચનો હિસાબ ઉમેદવારોએ 30 દિવસમાં આપવાનો રહેશે, પેઈડ ન્યૂઝના મુદ્દે EC કડક વલણ અપનાવશે - બલ્ક SMS & જાહેરાત માટે ECની મંજૂરી લેવી પડશે, ઉમેદવારોના ખર્ચ માહિતી ECની વેબ સાઈટ પર મુકાશે. ચૂંટણીની વધુ વિગતોમાટે અહીં ક્લીક કરો..PN80_25102017